ભારત વિકાસ પરિષદ ,કપડવંજ શાખા વિશે…..

સંપર્ક,સહયોગ,સંસ્કાર,સેવા અને સમર્પણના પંચસુત્રો પર આધારિત ભારત વિકાસ પરિષદ કપડવંજ શાખાની શરૂઆત ૨૦૦૬-૨૦૦૭ માં કરવામાં આવી.શાખા સ્થાપના અંગેની સૌ પ્રથમ ચિંતન બેઠક અમદાવાદના સુવિખ્યાત આઈ સર્જન અને ભારત વિકાસ પરિષદ અમદાવાદ મધ્યના પદાધિકારી ડૉ.રાણા સાહેબ સાથે કપડવંજના ફાયર સ્ટેશન ખાતે નગરના પ્રબુધ નાગરિક એવા તખ્તસિંહજી ઝાલાની અધ્યક્ષતામાં તથા શ્રી મુકેશભાઈ ભટ્ટ, ડૉ.અલ્પેશભાઈ રાવલ, ડૉ.જગજીતસિંહ ચૌહાણ,શ્રી અરુણભાઈ સુથાર, ડૉ.ભાવેશભાઈ શાહની ઉપસ્થિતિમાં યોજાઈ અને શાખાની સ્થાપના કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું. સ્થાપક પ્રમુખ તરીકે સાયન્સ કોલેજના અધ્યાપક શ્રી મુકેશભાઈભટ્ટ અને મંત્રી તરીકે ગોપાલ ઓફસેટવાળા શ્રી બિમલભાઈ ગાંધીએ ચાર્જ સંભાળ્યો હતો.

ભારત વિકાસ પરિષદ કપડવંજની પ્રવૃતિઓ

આ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા ૧૩ વર્ષોમાં કપડવંજ નગર અને તાલુકાની અંદાજે ૨૫ જેટલી શાળાઓના ૧૦,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓમાં નૈતિક  મુલ્યોનું ઘડતર થાય,વિદ્યાર્થીનું ચારિત્ર્ય નિર્માણ થાય તેમજ તેમનામાં રહેલી સુષુપ્ત શક્તિઓને યોગ્ય મંચ મળે તેવા નિષ્ઠાવાન પ્રયત્નો શાખાના સંસ્કાર પ્રકલ્પ ના માધ્યમથી કરવામાં આવ્યા છે.

આપણી ભાવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને ધર્મથી વિમુખ થઈ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણથી રોકવા તેમજ આપણા અમુલ્ય સાંસ્કૃતિક વારસાનું સુપેરે જતન થાય,યુવાનોમાં ઉચ્ચ વિચારોના આરોપણ થકી તેમના ચારિત્ર્યનું ઉમદા ઘડતર થાય અને સુસંસ્કારી સમાજની વિભાવના પરિપૂર્ણ થાય એવા શુભ આશય સાથે શાખા તરફથી સંસ્કારલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત પ્રતિવર્ષ ભારત કો જનો પ્રશ્નમંચ શીર્ષક હેઠળ તાલુકા અને નગરની ૨૫ જેટલી શાળાઓમાં આજ સુધી ૧૫૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓનું ભારતીય સંસ્કૃતિ અને ભવ્ય વરસા અંગેની પરીક્ષ દ્વારા જ્ઞાન વર્ધન કરવામાં આવ્યું છે.

આપણા બાળકો ભારતીય સંગીતના અતિભવ્ય વારશા થી પરિચિત થાય તેમજ વિદ્યાર્થીઓ પોતાની સંગીત પ્રત્યેની રૂચિમાં વધારો કરી શકે તેમજ આપણા સૌર્યપુર્ણ ગીતોનાં માધ્યમથી તેઓમાં રાષ્ટ્રીય ચરિત્રનું નિર્માણ થાય એવા ઉમદા લક્ષને કેન્દ્રિત કરતા અમારી શાખા દ્વારા “રાષ્ટ્રિય સમુહગાન સ્પર્ધા ” નું આયોજન પ્રર્તીવર્ષ કરવામાં આવે છે.આ સ્પર્ધામાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગના અંદાજે ૧૨ થી ૧૪ શાળાઓના અંદાજે ૧૫૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ બેહનો ભાગ લઇ ચૂકેલ છે.

શાખા પોતાના સેવા પ્રકલ્પ અંતર્ગત વર્ષ ૨૦૦૮ થી નગરની શ્રી સી.આર પરીખ બ્લડ બેન્કના અનન્ય સહયોગ થકી રક્તદાન શિબિરનું નિયમિત રીતે પ્રતિવર્ષ આયોજન કરી શકી છે અને આજદિન સુધી ૧૦૦૦ થી વધુ યુનિટ રક્ત બ્લડબેંકમાં જમા કરાવી સુંદર સામાજીક સહયોગ કરી રહી છે.

વિદ્યાર્થીના જીવનમાં રાષ્ટ્ર ભક્તિ અને માનવતાના આદર્શોનું આરોપણ થાય તેમ જ તે દેશનો એક મુલ્યવાન નાગરિક બને તેવા શુભ આશયથી ભારત વિકાસ પરિષદ,કપડવંજ શાખા “પ્રજાસત્તાક બાળ વેશભૂષા સ્પર્ધા” નું આયોજન કરતી આવી છે,જેમાં નાના બાળકો ભાગ લઈ આપણા ધર્મ,સંસ્કૃતિ અને સ્વાતંત્ર્ય સંગ્રામના જ્યોતિર્ધરોને ૧ મીનીટના એક પાત્રીય અભિનય મારફત જીવંત કરે છે.આ સ્પર્ધાને નગરમાં ખુબ જ પ્રતિસાદ મળે છે અને પ્રતિવર્ષ અંદાજે ૧૨૦ જેટલા બાળકો અ અને બ વિભાગમાં ભાગ લઇ પોતાની પ્રતિભા દર્શાવે છે.

શાખા પરિવારના વિદ્યાર્થીઓએ મેળવેલ શૈક્ષણિક સિદ્ધિ બદલ તેમને પુરસ્કૃત કરવાનું આયોજન પ્રતિવર્ષ કરવામાં આવે છે જેમાં સૌ સહ-પરિવાર જોડાઈને સૌ સદસ્યો આ કાર્યક્રમને સફળ બનાવે છે અને  બાળકોને ઉચ્ચ કારકિર્દીના ઘડતર માટે કટિબદ્ધ બનાવવા સંકલ્પબદ્ધ બનાવવામાં આવે છે.

ભારત વિકાસ પરિષદ કપડવંજ શાખાએ સ્વીકારેલા કાયમી પ્રકલ્પો

દર્દીઓ માટે –ટીફીન સેવા પ્રકલ્પના હેતુઓ

કપડવંજ શહેરમાં અનેકવિધ દવાખાના આવેલા છે,જેમાં દર્દીઓને ઉત્તમ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થાય છે,પણ સારવારની વધારે જરૂરીયાતવાળા દર્દીઓને દવાખાનામાં રોકાવું પડે છે.આવા સમયે કપડવંજ શહેરના દર્દીઓ તો સરળતાથી રહેવા-જમવાની વ્યવસ્થા કરી લે છે.પણ ગામડેથી આવતા દર્દીઓનેદવાખાનામાં રહેવાની સગવડ મળી રહે છે,પરંતુ જમવાની સગવડ કોઈ દવાખાનામાં ઉપલબ્ધ ના હોવાથી ઘણી મુશ્કેલીનો સામનો તેઓને કરવો પડે છે. આપણી શાખાના સભ્યોએ આ પરિસ્થિતિનું અવલોકન કર્યું.અને નિર્ણયકર્યો કે આવા દવાખાનામાં જમવાની સગવડ ઉપલબ્ધ નથી તેવા જરૂરીયાતમંદ દર્દીઓ માટે ટીફીન સેવા શરૂ કરવી.આપણી શાખાના સભ્યોએ સર્વે કરતાં ખરેખર જરૂરીયાત હોય તેવા ગામડાના દર્દીઓ ઘણી બધી હોસ્પિટલમાં હોય છે,જેમાં ત્રિભોવનદાસ ફાઉન્ડેશન સંચાલિત હોસ્પિટલમાં વિશેષ જોવા મળ્યા.તેથી શાખાએ સર્વાનુમતે પાયલોટ પ્રોજેક્ટ તરીકે દરરોજના દશ ટીફીન ત્રિભોવનદાસ ફાઉન્ડેશન હોસ્પિટલમાં પહોચાડવા તેમ નક્કી કર્યું.

પ્રોજેક્ટની રૂપરેખા

  • ટીફીન સેવા સમાજના જુદા જુદા વર્ગના પરિવારોને અન્નદાનમાં સાંકળવા માટેના ઉદ્દેશ્ય સાથે તારીખ:-૨૧/૦૬/૨૦૧૭ને વિશ્વ યોગદિવસેશરૂ કરવામાં આવ્યો.
  • આજેઆ પ્રકલ્પ ચોથા માસમાં કાર્યરત છે ત્યારે આજની તારીખે ટીફીનદાતાઓનીઅન્નદાનની સેવાથી ૧૧૧૦ટીફીનગરીબદર્દીઓનેપહોચાડીશક્યા છીએ.
  • ટીફીન સેવાના કાયમી આર્થિક સહયોગના દાતાશ્રી જીવનશિલ્પ પરિવારજનો રહેશે.
  • ટીફીન સેવા માટે ટીફીનના દાતાશ્રી અર્ચનાબેન કે. પટેલ છે.
  • ટીફીન સ્વીકારી જરૂરીયાતમંદ દર્દીઓ સુધી પહોચાડવાના સેવાયજ્ઞમાં સહયોગી સંસ્થા ત્રિભોવનદાસ ફાઉન્ડેશન (હોસ્પિટલ)કપડવંજ રહેશે. તથા ભવિષ્યમાં આવા સેવાકીય ઉદ્દેશ્યથી સેવાકાર્ય કરતી અન્ય સંસ્થાઓ પણ રહેશે.

પ્રોજેક્ટની કાર્યપદ્ધતિ

  • ટીફીન દાતા પરિવાર દર મહિનાની નક્કી કરેલ તારીખે માત્ર એક ટીફીન આપે છે.
  • ટીફીન બે ડબ્બાનું છે.અને તેમાં ટીફીન દાતા પોતાના ઘરે બનાવેલ પાંચ કે સાત રોટલી અને તેપ્રમાણમાં શાક આપે છે.
  • ભારત વિકાસ પરિષદ,કપડવંજ દ્વારા ટીફીન દાતાના ઘરે નક્કી કરેલ તારીખના અગાઉના દિવસે ખાલી ટીફીન પહોચાડેછે.અને જે તે દિવસે નક્કી કરેલ સમયે અને સ્થળે પરિષદ દ્વારા જ લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
  • ટીફીન સેવાના સુચારૂ સંચાલન માટે દશ ટીફીન દાતાઓ દીઠ એક ગ્રુપ સંચાલકની સેવા લેવામાં આવેછે. આવા એકત્રીસ ગ્રુપસંચાલકો છે.